10 જુલાઈ 2024 રાશિફળ: જાણો બુધવારનો દિવસ તમારા માટે કેવો હશે!

10 July 2024 Horoscope: Find out what Wednesday will be like for you!

મેષ (અ,લ,ઈ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. ધંધામાં લાભ થાય.

વૃષભ (બ,વ,ઉ)
આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતાના લીધે ઉચાટ-ઉદ્વેગ રહે.

મિથુન (ક,છ,ઘ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહેતા રાહત રહે.

કર્ક (ડ,હ)
આપના કામકાજની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે આપે વ્યસ્ત રહેવું પડે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ થાય.

સિંહ (મ,ટ)
આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા જણાય. આનંદ રહે.

કન્યા (પ,ઠ,ણ)
બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઉતાવળ કરવી નહીં.

તુલા (ર,ત)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. હર્ષ-લાભ રહે.

વૃશ્ચિક (ન,ય)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.

ધન (ભ,ધ,ઢ,ફ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

મકર (ખ,જ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. અનિચ્છાએ કામ કરવું પડે.

કુંભ (ગ,સ,શ,ષ)
અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય, અન્યનો સહકાર રહે.

મીન (દ,ચ,ઝ,થ)
આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા મળી રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *