અકસ્માતની ભીતિ વચ્ચે સ્થાનિક તંત્ર દોડતું થયું : ખાંડ બજાર ગરનાળામાં ભુવો પડતાં વાહન ચાલકોને હાલાકી


ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે સુરત મહાનગર પાલિકા દ્વારા મોટા પાયે હાથ ધરવામાં આવેલી પ્રિ-મોન્સુન કામગીરીની વધુ એક વખત પોલ ખુલી જવા પામી છે. શહેરનાં તમામ ઝોન વિસ્તારોમાં ચોમાસાના પ્રારંભે જ રસ્તાઓ પર પાણી ભરાવવાની સમસ્યાથી માંડીને ખાડા – ભુવા પડવાની ઘટનાઓને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં આજે વધુ એક વખત શહેરનાં ખાંડ બજાર ગરનાળા પાસે ભુવો પડતાં સ્થાનિક વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસ દોડતું થઈ ગયું હતું. બીજી તરફ પીક અવર્સમાં ભુવાને પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાં વાહન ચાલકોમાં પણ રોષની લાગણી પ્રસરી જવા પામી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *