Saputara Hill Station: સાપુતારા જતી સુરતની 70 લોકો સાથે ભરેલી લક્ઝરી બસ ખીણમાં ખાબકી, પછી જે થયું જાણવા માટે અહીં કિલક કરો

સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. જેમાં બસ ઓવર ટેક કરતી વખતે પલટી મારી ગઈ હતી. જેના કારણે વિન્ડો સીટ પર બેસેલા બે બાળકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

લક્ઝરી બસમાં 70 જેટલાં પ્રવાસી ઓ હોવાનું જાણવા મળ્યું. સાપુતારા ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108 ની ટિમ બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ઘરાઈ. જ્યારે 2 ના મોત છે અને 45 થી વધુ લોકો ને હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *