08 જુલાઈ 2024 રાશિફળ: જાણો સોમવારનો દિવસ તમારા માટે કેવો હશે!

08 July 2024 Horoscope: Find out what Monday will be like for you!

મેષ (અ,લ,ઈ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા જણાય.

વૃષભ (બ,વ,ઉ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ભાઈભાંડુ સાથે વાદ-વિવાદથી સંભાળવું.

મિથુન (ક,છ,ઘ)
બેન્કના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.

કર્ક (ડ,હ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્તતા રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા રહ્યા કરે.

સિંહ (મ,ટ)
રાજકીય, સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે. ખર્ચ જણાય.

કન્યા (પ,ઠ,ણ)
આપના કામમાં વાણીની સંયમતા રાખવી પડે. સંતાનના પ્રશ્રે ચિંતા-ઉચાટ રહે. મહત્ત્વના નિર્ણય મુલતવી રાખવા.

તુલા (ર,ત)
આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જમીન-મકાન- વાહનના કામકાજમાં ઉતાવળ કરવી નહીં, ઉચાટ રહે.

વૃશ્ચિક (ન,ય)
યાત્રા-પ્રવાસ, મિલન-મુલા કાતમાં આપે સાવધાની રાખવી. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ સાથે વાદ-વિવાદ થઈ જાય.

ધન (ભ,ધ,ઢ,ફ)
આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.

મકર (ખ,જ)
જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સંભાળવું પડે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં રૂકાવટ અનુભવાય.

કુંભ (ગ,સ,શ,ષ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. મોસાળ પક્ષ-સાસરી પક્ષે ચિંતા-ખર્ચ અનુભવાય.

મીન (દ,ચ,ઝ,થ)
આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. મહત્ત્વના નિર્ણય મુલત્વી રાખવા. સંતાનના પ્રશ્ને ચિંતા જણાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *