Rath Yatra 2024: જોઇ લેજો આ વખતે સુરતમાં રથયાત્રાનો રૂટ, જો અહીંથી જવાના હોવ તો બીજા રસ્તે જજો

સુરત શહેર ખાતેથી કુલ 07 રથયાત્રા, કુલ 04 શોભાયાત્રા, તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે સુરતમાં થતી રથયાત્રાનું રૂટ જોઇ લેજો, કારણ કે જો તમે આ રૂટથી જવાના હોવ તો અલ્ટરનેટિવ રસ્તાનો ઉપયોગ કરવો.

જાણો સમગ્ર રૂટ :
રથયાત્રા કાલે રવિવારે રેલ્વે સ્ટેશનથી શરૂ થઇ દિલ્હીગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઇ સહારા દરવાજા બ્રિજ નીચેથી રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટથી માનદરવાજાથી ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરાગેટથી અઠવાગેટથી સરદાર બ્રિજ થઇને ગુજરાત ગેસ સર્કલથી ચોકસીવાડી, ઋષભ ચાર રસ્તા રાંદેર રોડથી નવયુગ કોલેજથી તાડવાડી ત્રણ રસ્તાથી પાલનપુર પાટીયાથી રામનગર થઇ મોરાભાગળથી સુંભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના ત્રણ રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઇ ઇસ્કોન મંદિર જ્હાંગીરપુરા ખાતે પૂર્ણ થશે.

રથયાત્રામાં પુરતો સ્થાનીક પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલ છે. આધુનીક સુવિધાયુક્ત બોડીવોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા, તમેજ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવનાર છે. બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે કોમ્બીંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકીંગ કરવામાં આવેલ છે. તેમજ ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો ઉપર વોચ રાખવમાં આવેલ છે. તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

પોલીસ કમિશનર,સંયુક્ત પોલીસ કમિશનર, ડી.સી.પી. એ.સી.પી.અને પો.ઇન્સ.શ્રી દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમીતી બેઠક કરવામાં આવેલ છે. તેમજ રથયાત્રા આયોજકો તેમજ ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ તમામ ધર્મગુરૂઓ તહેવાર બાબતે સેનેટાઇઝ કરેલ છે. તહેવાર નિમિત્તે રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફીકનુ જાહેરનામુ, હથિયારબંધી, ધ્વની પ્રદુષણ જાહેનામા બહાર પાડવામાં આવેલ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *