Uttar Pradesh: હાથરસમાં સત્સંગમાં થઈ નાસભાગ, આશરે 125 લોકોના મોત, જાણો સંપૂર્ણ વિગત

યુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં અત્યાર સુધીમાં આશરે 125 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. દરમિયાન, સમાચાર મળ્યા છે કે સત્સંગ કાર્યક્રમના મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય આયોજકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો

મંગળવારે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં, નારાયણ સાકર વિશ્વ હરિ તરીકે પ્રખ્યાત ભોલે બાબાના કાર્યક્રમમાં લાખો ભક્તો એકઠા થયા હતા. સત્સંગ કાર્યક્રમમાં પ્રશાસનની પરવાનગી કરતાં વધુ ભક્તો સ્થળ પર પહોંચ્યા હતા. ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના સિકંદરરાવ કોતવાલી વિસ્તારના જીટી રોડ પર આવેલા ફુલરાઈ ગામ પાસે બની હતી.

સત્સંગમાં 40 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સત્સંગમાં લગભગ 40 હજાર લોકો સ્થળ પર હાજર હતા. આટલી મોટી સંખ્યામાં લોકોની હાજરી અને પૂરતી વ્યવસ્થાના અભાવે આ અકસ્માત સર્જાયો હતો અને લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સીએમ યોગી આજે હાથરસમાં પહોંચશે

સીએમ યોગી આજે સવારે 10:40 વાગ્યે અમૌસી એરપોર્ટ લખનૌથી ખેરિયા સિવિલ એરપોર્ટ આગ્રા આવશે. અહીંથી 10:45 વાગ્યે હેલિપેડ ખેરિયા સિવિલ એરપોર્ટથી પોલીસ લાઈન, હાથરસ માટે રવાના થશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *