બંધારણના નવા 3 કાયદા સમજવા સુરતમાં યોજાયો સેમિનાર! જાણો સંપૂર્ણ વિગત

A seminar held in Surat to understand the new 3 laws of the Constitution! Know complete details

વરાછા, કાપોદ્રા, પુણા, સારોલી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ પુણાગામ ખાતે આવેલા અમેજીયા પાર્ક ખાતે અને રચના સોસાયટીની વાડીમાં જોન વન દ્વારા ઇન્ડિયન પીનલ કોડ IPCનું ત્રણ નવા ફોજદારી કાયદાનો આજથી અમલ થતા એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું..

ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સંખ્યા અધિનિયમ લાગુ ઠગાઈ અને છેતરપિંડી કરનાર લોકો સામે કઈ કલમ અને કયા ગુનામાં કઈ કલમ લાગશે તેની જાણકારી આપવામાં આવી હતી. આજરોજ આ સેમિનારમાં આસિસ્ટન્ટ કમિશનર વાબાંગ જમીર તેમજ વરાછા ડીસીબી ઝોન વનના ભક્તિ ડાભી સાહેબ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ની ટીમ અને પુણા પોલીસ સ્ટેશન જોન વનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોરોનેના ત્રાસ ને લઇ તેમજ બાળકો પર થતા અત્યાચાર તેમજ સિનિયર સિટીઝન માટે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારે લોકસભામાં 12મી ડિસેમ્બર 2023 ના રોજ ત્રણ સુધારેલા આપણા અધિક કાયદાના બિલ રજૂ કર્યા હતા. જે ઇન્ડિયન પીનલ કોડ નું સ્થાન લેશે આ નવા કાયદાને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય અધિનિયમ તરીકે ઓળખવામાં આવ્યા છે

જુના જે કાયદા હતા જે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા હતા જુના કાયદાના સ્થાને આજે આ નવા કાયદાઓ થી ફરિયાદીને યોગ્ય ન્યાય મળે તે હેતુથી કાયદા આજથી અમલમાં આવશે તેને સમજણ આપવામાં આવી હતી. આ કાયદાની જાગૃતિ માટે રીક્ષાઓ તેમજ સાયકલ પર આ કાયદા લોકોને સુધી પહોંચે એ માટે સુરત શહેર આસિસ્ટન્ટ કમિશનર તેમજ ડીસીબી ભક્તિ ભા ડાભી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *