Somnath: સોમનાથમાં હવે “3D લાઈટ એન્ડ સાઉન્ડ શો” બંધ, જાણો કેમ?

ગુજરાતમાં આવેલું 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ સોમનાથને લઇને પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પરિસરમાં યોજાતો “3D લાઈટ એન્ડ સાઉન્ડ શો” ચોમાસા દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. દરરોજ હજારોની સંખ્યામાં દર્શકો આ શો નિહાળવા સોમનાથ પહોંચતા હોય છે.

સોમનાથમાં ઓપન એર પેવેલિયનમાં મંદિર પર યોજાતા આ શોને વર્ષાઋતુ દરમિયાન પ્રતિવર્ષ યાત્રીઓ અને સાધનોની સુરક્ષાને ધ્યાનમાં લઈને બંધ રાખવામાં આવે છે. જે મુજબ આ ચાલુ વર્ષે પણ સોમનાથમાં વરસાદની શરૂઆત થતાં જ લાઈટ એન્ડ સાઉન્ડ શો વર્ષાઋતુની પૂર્ણતા સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ભક્તોમાં પ્રિય એવો લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા પછી ફરી શરૂ કરવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *