Virat-Anushka: તારા વિના કશું જ શક્ય નથી…જીત બાદ વિરાટે અનુષ્કા માટે આ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો

ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને ટાઈટલ જીત્યું હતું. બાર્બાડોસમાં શનિવારે રમાયેલી અંતિમ T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ICC ટ્રોફી જીતવા માટે 11 વર્ષની રાહનો પણ અંત કર્યો. આ જીત બાદ સામાન્ય લોકોથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી દરેક ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપી રહ્યા છે.

દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા તેને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. હવે કોહલીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હૃદય સ્પર્શી પોસ્ટ પોસ્ટ કરીને અનુષ્કા પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે.

વિરાટે કહ્યું- આ જીત જેટલી મારી છે એટલી જ તારી છે.
વિરાટે પત્ની અનુષ્કા સાથે એક ફોટો પોસ્ટ કર્યો અને તેના સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. વિરાટે ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું, ‘તારા પ્રેમ વિના આ બધું શક્ય ન હોત. તે મને નમ્ર અને ડાઉન ટુ અર્થ રહેતા શીખવ્યું છે. તું જે કહે છે, તેમાં સત્યતા ઝળકે છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે તું મને મળી. આ જીત જેટલી મારી છે તેટલી જ તારી છે. આભાર. હું તને ખૂબ પ્રેમ કરું છું, કારણ કે તું રિયલ છે’.

વર્લ્ડકપ જીત્યા બાદ અનુષ્કાએ વિરાટ માટે પોસ્ટ કરી હતી
આ પહેલા ટીમ ઈન્ડિયા મેચ જીત્યા બાદ અનુષ્કાએ વિરાટની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું, ‘અને… હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. હું નસીબદાર છું કે તમે મારી સાથે છો’.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *