સુરતમાં NDRF અને SDRF ટીમ તૈનાત, ભારે વરસાદની આગાહી બાદ સુરત તૈયાર!

NDRF and SDRF team deployed in Surat, Surat ready after heavy rain forecast!

ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. મેઘરાજા સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસી રહ્યા છે, ત્યારે તકેદારીના ભાગરૂપે ગમે તેવી આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોચી વળવા માટે તેમજ બચાવ અને રાહતની કામગીરી ઝડપી થઈ શકે માટે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને માંડવી તાલુકામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(SDRF) ની ટીમો અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને પહોચી વળવા જરૂરી સાધનો સાથે પડકારો સામે લડવા માટે ટીમો સુસજ્જ છે.
એન.ડી.આર.એફ. ટીમ પાસે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે ફ્લડ વોટર રેસ્ક્યુના વિવિધ સાધનો હોય છે.

જેમાં ઈનફલેટેબલ રબર બોટ્સ (આઇ.આર.બી.), તેના પર બેસાડીને ચલાવવા માટે ઓ.બી.એમ.મોટર, લાઇફ જેકેટ, લાઇફ ગાર્ડ અને મજબૂત દોરડાનો સમાવેશ થાય છે. વાયરલેસ સેટ, ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના, સેટેલાઇટ ફોન વગેરે કોમ્યુનિકેશનના અદ્યતન સાધનો ધરાવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *