Surat Airport: સુરત એરપોર્ટ પર આતંકી હુમલો? 4 આતંકવાદીઓએ 6 લોકોને બનાવ્યો બંધી, જુઓ વીડિયો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકી હુમલો થયું હોવાની ઘટના સામે આવી છે. સુરત એરપોર્ટ પર આતંકી હુમલો થવાની ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ અને જિલ્લા કલેકટર તાત્કાલિક એરપોર્ટ દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ એરપોર્ટ પર ફોન કોલ દ્વારા આતંકી હુમલાની માહિતી મળી હતી. વિમાન હાઇજેક કરવામાં ઇરાદે ચાર આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના A-2 ગેટ પર પહોંચ્યા હતા.

જો કે આતંકીઓ સાથે મુઠભેડમાં આતંકીઓએ 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેનો CISF જવાનો અને કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો. અને 6 જેટલા મુસાફરોને બાંધી બનાવ્યા હતા. ત્યાર બાદ આ સર્ચ ઓપરેશનમાં તમામ 6 બંધકોને સુરક્ષિત કરવામાં CISF જવાનોને સફળતા મળી.

તમને જણાવી દઈએ કે સુરત એરપોર્ટ પર જે આતંકવાદી હુમલો થયો તે એન્ટી હાઈજેકિંગ મોકડ્રીલ યોજાઈ હતી. જેથી ભવિષ્યમાં જો આવી કોઈ ઘટના થાય તો તે માટે સુરત સજ્જ રહે. તેમજ તેનો મુખ્ય હેતુ એ હતો કે આતંકી હુમલાના સંજોગોમાં કેવા પગલાં લેવા અને શું સાવચેતી રાખવી તે જાણી શકાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *