Shocking: “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”ની આ ફેમસ એક્ટ્રેસને થયું Breast Cancer! જાણો સંપૂર્ણ વિગત

છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રી હિના ખાન વિશે એવા સમાચાર આવ્યા હતા કે તેને કેન્સર હોવાનું કહ્યું છે અને તે સારવાર માટે દાખલ છે. હવે અભિનેત્રીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં બધું જ જણાવવામાં આવ્યું છે. હિના ખાને લખ્યું છે કે, ‘હું બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છું એવી તાજેતરની અફવાઓને લઈને હું તમારી સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું.’

હિના ખાને આગળ લખ્યું, ‘હું હિનાહોલિક્સ અને મારા પ્રત્યે પ્રેમ અને કાળજી રાખનારા તમામ લોકો સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું. મને ત્રીજા તબક્કાનું સ્તન કેન્સર છે. આ હોવા છતાં, હું બધાને કહેવા માંગુ છું કે હું ઠીક છું. હું આ રોગ પર કાબુ મેળવવા માટે મજબૂત, સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે, અને હું આમાંથી વધુ મજબૂત રીતે બહાર આવવા માટે શક્ય તેટલું બધું કરવા તૈયાર છું.

હિના ખાને ચાહકો પાસેથી કેટલીક ગોપનીયતાની માંગણી કરી હતી. તેણે કહ્યું, ‘હિના ખાને આગળ લખ્યું, ‘હું આ સમય દરમિયાન તમારી પાસેથી થોડું સન્માન અને પ્રાઈવસી ઈચ્છું છું. હું તમારા પ્રેમ અને પ્રાર્થનાની કદર કરું છું. તમારા અંગત અનુભવો, વાર્તાઓ અને તમારા સૂચનો આ પ્રવાસમાં મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. હું મારા પરિવાર અને નજીકના લોકો સાથે સકારાત્મક રહીશ. ભગવાનની કૃપાથી, અમને વિશ્વાસ છે કે હું આ પડકારને પાર કરીશ અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. કૃપા કરીને તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ મોકલતા રહો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *