Operation Shiva: આખરે સુરત પોલીસને 2500 કેમેરા ચેક કર્યા બાદ 26 કલાક બાદ સફળતા મળી!

સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગાયબ થઇ ગયા હોવાની ઘટના સામે આવી હતી. સિવિલમાં દાખલ દર્દીને જોવા સચિન વિસ્તારનો એક પરિવાર આવ્યો હતો. ત્યારે રમતા-રમતા 3 વર્ષનો માસુમ બાળક અચાનક જ ગુમ થઇ ગયો.

પરિવારે સિક્યોરિટી ઓફિસરનો સંપર્ક કર્યો પણ સુપ્રિડન્ટની મંજૂરી વગર કેમેરા ચેક નહિ કરાશે એમ કહી કોઇ જવાબ ન આપ્યો. તેમાં પ્રોસેસ થતા સમય વેડફાયો, જ્યારે તપાસ શરૂ થઇ, CCTV ચેક કરવામાં આવ્યા ત્યારે કેસરી રંગના ડ્રેસમાં મહિલા બાળકને લઇ જતી દેખાઇ હતી. અવાર નવાર સિવિલમાં બાળક ગુમ થવાના કે ચોરી થવાના કિસ્સાઓ બનતા હોય છે.

સિવિલમાંથી ગુમ થયેલા 3 વર્ષના શિવાને શોધી કાઢ્યો
સુરત શહેર પોલીસની મેહનત રંગ લાવી. મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસને બાળક સહી સલામત મળ્યો હતો. ત્યાર બાદ બાળકને લઈ જનારી મહિલા પણ ડિટેન કરાઇ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા મળી છે.
જો કે આ બાળકને શોધવા માટે સુરત શહેર પોલીસે અલગ અલગ 14 ટીમ બનાવી હતી.

પોલીસની 14 ટીમ દ્વારા અંદાજિત 2500 જેટલાં CCTV ચેક કરવામાં આવ્યા હતા. એક મહિલા પ્રથમ CCTV માં કેદ થઈ હતી. જ્યારે અન્ય એક મહિલા અને પુરુષ પણ શંકાના દાયરામાં છે. આટલું જ નહિ આ તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ,સુરત SOG, સુરત PCB પણ તપાસમાં જોડાયા હતા. ડીસીબી ના 5 પીઆઈ 12 પીએસઆઈ અને આશરે 100 જેટલા પોલીસ કર્મીઓ તપાસમાં જોડાયા હતા. ટેક્નિકલ ટીમે પણ તપાસમાં મદદ કરી રહી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *