ગુજરાત જાણે ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની રહ્યુ છે, 75 સંસ્થાની ગ્રાન્ટ સરકારે બંધ કરી! જાણો સંપૂર્ણ વિગત

Gujarat is becoming a gateway to drugs, the government stopped the grant of 75 institutions! Know complete details

ગુજરાતમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને ગુજરાત જાણે ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની રહ્યુ છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લુટી રહી છે પરતું સવાલ એ ઉભો થાય થાય છે કે, જો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું હોય તો પછી પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે? ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે છતાં છડેચોક દારૂ-ડ્રગ્સ વેચાય છે. યુવા પેઢી દારુ-ડ્રગ્સના બંધાણી બન્યા છે.

ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થનું ચલણ વધ્યું
એટલું જ નહીં, અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થનું ચલણ વધ્યું છે. ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું છે ત્યારે ગૃહવિભાગે ડ્રગ્સના દૂષણ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે પણ બીજી તરફ, ખુદ રાજ્ય સરકારે જ ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ સામે લડત લડતી 75થી વધુ સંસ્થાઓના ગ્રાન્ટ બંધ કરી દીધી છે.

બાળકો અને મહિલાઓ દ્વારા ડ્રગ્સની તસ્કરી

ગુજરાતમાં નશાબંધી માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતી પરિણમી છે કેમકે, દારૂ, ડ્રગ્સ પકડાય એ નવી વાત રહી નથી. મોંઘવારી, બેરોજગારીને લીધે સગીર વયના બાળકો, મહિલાઓ ડ્રગ્સની તસ્કરી કરવા મજબૂર બન્યા છે અને ડ્રગ્સ માફિયાઓ બાળકો-મહિલાઓનો બખૂબી ઉપયોગ કરી રહ્યા છે.

લોકો થયા છે ડ્રગ્સના બંધાણી

રાષ્ટ્રીય સર્વે અનુસાર, ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા મુજબ, ગુજરાતમાં 17 લાખથી વધુ પુરુષો ડ્રગ્સના બંધાણી છે જયારે 1.85 લાખ મહિલાઓમાં પણ ડ્રગ્સના લતે ચડી છે. આ પરથી સાબિત થાય છે કે, ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે.

ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડરપોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિતની ટેકનોલોજી હોવા છતાંય કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે. જે ચિંતા ઉપજાવે તેમ છે.

ડ્રગ્સનું દૂષણ નાથવા માટે પુરતી પોલીસ ફોર્સ પણ નથી

હવે જયારે ડ્રગ્સનું દૂષણ વકર્યુ છે ત્યારે તેને નાથવા માટે ગૃહવિભાગ સમક્ષ રહ્યું નથી તેનું કારણ એ છે કે, પુરતી પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના એક અહેવાલ અનુસાર, ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યાના હિસાબે 174 પોલીસ જવાન હોવા જેઈએ પણ માત્ર 127 પોલીસ જવાન છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93,991 કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 93763 ડ્રગ્સ પીલ્સ-ઈન્જેક્શન પકડાયા છે.

આમ, ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. ગૃહવિભાગે ડ્રગ્સ નશામુક્તિ અભિયાન, અવેરનેસ એક્ટીવીટી, જનજાગૃતિ કાર્યક્રમો શરૂ કર્યા છે પણ ખુદ સરકારે જ ડ્રગ્સ સામે લડાઈ લડતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. આમ, ગુજરાત સરકારની દારુ- ડ્રગ્સના દૂષણ દૂર કરવાની નીતિ પર સવાલો ઊઠ્યાં છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *