T20 World Cup: ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત પહોંચ્યું સેમી ફાઇનલમાં, અફઘાનિસ્તાને પણ મારી એન્ટ્રી

T20 વર્લ્ડ કપની છેલ્લી સુપર-8 મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સેન્ટ વિન્સેન્ટના આર્નોસ વેલ ગ્રાઉન્ડ પર રમાઈ હતી અને અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની ટીમ આ મેચ આઠ રનથી હારી ગઈ છે અને અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

આ પહેલા ભારતે સોમવારે ઓસ્ટ્રેલિયા સામે 24 રને જીત મેળવીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ સાથે જ હવે ઓસ્ટ્રેલિયા માટે સેમીફાઈનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે તેણે અફઘાનિસ્તાન વિ બાંગ્લાદેશ મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. ડાર્ની સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન રોહિત શર્માની 92 રનની શાનદાર ઇનિંગની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં સાત વિકેટે 181 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 24 રને જીતી લીધી હતી.

અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવ્યું, સેમી ફાઇનલમાં પહોંચ્યું
અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની આશા બાંગ્લાદેશની ટીમ પર ટકેલી હતી. આ લો સ્કોરિંગ મેચમાં એક સમયે એવું લાગતું હતું કે બાંગ્લાદેશ માત્ર ક્વોલિફાય નહીં થાય પરંતુ અફઘાનિસ્તાનને પણ બહાર કરી દેશે. ઓસ્ટ્રેલિયાને આનો ફાયદો થયો હોત, પરંતુ અફઘાનિસ્તાનના બોલરોએ જોરદાર વાપસી કરી, વિકેટ લીધી અને જીત મેળવી. હવે અફઘાનિસ્તાન 27 જૂને પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ સાથે જ ભારતીય ટીમ બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *