સુરત: વરસાદ પડતાં જ પાલિકાની પોલ ખૂલી! શહેરમાં અનેક જગ્યાએ રોડ પર ખાડા પડ્યા, જુઓ ફોટો

સુરતમાં વરસાદની એન્ટ્રી થતાં જ પાલિકાની પોલ ખૂલી છે. તે સાથે જ રોડ બેસી જવાની ઘટનાઓ પણ સામે આવવા લાગી છે. સુરતમાં હાલ વરસાદી માહોલ ખૂબ જામ્યો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર ખાડા પડવાની ઘટના બની છે. અડાજણ વિસ્તારમાં એક ટ્રકનો ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું, જેના કારણે ટ્રક નીચે નમી ગયો હતો. જો કે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

જેના કારણે ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઇડ નમી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઇડ નમી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

રોડ અચાનક બેસી ગયો
સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં પણ આવી જ એક ઘટના બની છે. મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ અચાનક બેસી ગયો છે. લંબે હનુમાન રોડ પર આવેલી વસંત ભીખાની વાડી પાસેનો બનાવ બન્યો છે. મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન આ ઘટના બની છે.

રસ્તાઓની કામગીરી પર સવાલો
હજી તો વરસાદની શરૂઆત છે, ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવવા લાગી છે. વરસાદના કારણે રોડ નબળા પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. ટ્રક રસ્તામાં ખુશી જવાની ઘટનાને લઈને હવે રસ્તાઓની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, હજી તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે જ આવી ઘટનાઓ બનવા લાગી છે. તો હજુ આખા ચોમાસામાં કેટલી ઘટનાઓ બનશે?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *