જહાંગીરપુરા પોલીસની નાક નીચે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા! જાણો સંપૂર્ણ વિગત

Raids of state monitoring cell under the nose of Jahangirpura police! Know complete details

શહેરના ગૌરવપથ રોડ ખાતે આવેલ એક ઘરમાં જહાંગીરપુરા પોલીસની નાક નીચે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડયા હતા અને સ્થળ પરથી દારૂનો જથ્થો તેમજ વાહનો અને રોકડ સહીત રૂ.4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મળેલી બાતમીને આધારે ગૌરવ પથ રોડ,વનખલ કેનાલ પાસે એક ઘરમાં દરોડા પાડયા હતા અને સ્થળ પરથી રૂ. 41,400 નો દારૂ, 3 મોબાઈલ, રોકડા 9,530 તથા એક વાહન મળી કુલ રૂ 4,73,430 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓ સુજલ કિશોરભાઈ રાઠોડ, સાગર જોગેન્દ્ર પ્રધાન અને સાજીદ સલીમ શેખની ધરપકડ કરી હતી.જયારે અન્ય ત્રણ આરોપીઓ જોની જમુભાઈ રાઠોડ, જંબૂરો અને દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.અને તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *