ઉધના BRTS બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી ભાગી છૂટેલા બદમાશોને પોલીસે ઝડપી પાડ્યા! જુઓ વીડિયો

Police nabbed the miscreants who vandalized the BRTS bus stand in Udha! Watch the video

શહેરના ઉધના ખાતે આવેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી ઉત્પાત મચાવતા ત્રણ અસામાજિક તત્વોની આખરે ભેસ્તાન પોલીસે ધરપકડ કરી લીધી .આ ત્રણેય બદમાશોએ બસ સ્ટેન્ડની અંદર કેમેરા તેમજ બસના કાચ તોડવાની સાથો સાથ ત્યાંના સુપરવાઇઝરને પણ મારમાર્યા હતા.એટલું જ નહીં આ ત્રણે બદમાશોએ જે રીતે બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હતો તે સમગ્ર ઘટનાના દ્રશ્યો ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા.જે બાદ સીટી બસ સેવા ઓપરેટીંગ કરતી એજન્સીએ ગંભીરતા દાખવી હતી અને આ અંગે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ત્યાર બાદ પોલીસે પણ ગંભીરતા દાખવી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ સીટી બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી ઉત્પાત મચાવનારા ત્રણ બદમાશોને ઝડપી પાડ્યા હતા.
ભેસ્તાન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉન ખાતે આવેલ સીટી બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી ઉત્પાત મચાવી ફરાર થયેલા આરોપીઓ આસિફ રહેમાન પીંજારી,નાસીર આમિર પઠાણ અને શાકીબ મોહસીન અન્સારીની ( ત્રણે રહે -ભેસ્તાન આવાસ ડિંડોલી ) નાઓની ગઈ કાલે સાંજે ભેસ્તાન પોલીસે ધરપકડ કરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ સમગ્ર કેસની વિગત એવી છે સોમવારે રાત્રે આરોપી આસિફ પીંજરીના ઉન બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં પૈસા ગુમ થઈ ગયા હતા જેથી આ અંગે તેને ત્યાંના સુપરવાઇઝર અફઝલ રહેમત સિદ્દીકી તેને વાત કરી હતી. ત્યારે અફઝલ સિદ્દીકીએ સીસીટીવી કેમેરા ચેક કરવાનું કહી તેને સરખો જવાબ નહીં આપ્યો હતો. જે વાતને લઈને આરોપી આશિક ઉશ્કેરાય ગયો હતો અને સુપરવાઈઝર અફઝલને તમાચા મારી દીધા હતા જે બાદ બંને વચ્ચે ઝઘડો થવા લાગતા આરોપી આસિફના અન્ય બે મિત્રો નાસીર અને સાકીબ બાહર રિક્ષામાં બેઠેલા હતા.તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને ત્યાર બાદ સ્ટીલનો પાઇપ લઇ આરોપીઓએ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. બસ સ્ટેન્ડની અંદર કરી તેમજ કેમેરા તોડવાની સાથો સાથ આરોપીઓએ બસના કાચ પણ તોડી નાખ્યા હતા.ત્યારે બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરોમાં પણ ભયનો ફેલાયો હતો .જયારે તોડફોડ કરી આરોપીઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા.જોકે આ સમગ્ર ઘટના અંગે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગંભીરતા દાખવી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં આ ત્રણે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને ત્રણે વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *