શહેરમાં પાલિકા અને પોલીસ દ્વારા મેગા ઓપરેશન, સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર અસર! જુઓ વીડિયો

Mega operation by municipality and police in the city, impact on street food stalls! Watch the video

વેકેશન પૂર્ણ થતાની સાથે જ નવા ક્ષત્રની શરૂઆત સાથે શહેરની તમામ સ્કૂલોની બહાર ખાણીપીણીની લારીઓ અને દુકાનદારો દ્વારા નાસ્તા નું વેચાણ કરવામાં આવે છે. જોકે આ નાસ્તો ખરેખર કેટલી ગુણવત્તા સભર છે અને તેના તેના માટે આજે સુરત શહેર પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને આખા શહેરમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં ૩૦૦ થી વધારે જગ્યાઓ પર ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાંથી નાસ્તાના સેમ્પલો લઈને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

શહેરની તમામ સ્કૂલોમાં નવા ક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ પણ હવે રેગ્યુલર સ્કૂલે જતા થઈ ગયા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ સવારે સ્કૂલે જતી વખતે અથવા તો સ્કૂલેથી ઘરે પરત જતી વખતે સ્કૂલની બહારથી લારીઓ અને નાસ્તાની દુકાનોમાંથી અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થોનું સેવન કરતા હોય છે. ઘણીવાર દુકાનદારો અને લારી ચલાવતા લોકો એક જ તેલ વારંવાર વાપરી ખાદ્ય પદાર્થ બનાવતા હોય છે. આ ઉપરાંત યોગ્ય ગુણવત્તા વાળો માલ નહીં વાપરી ઓછી કિંમતમાં પણ વસ્તુનું વેચાણ કરતા હોય છે. જેના કારણે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થાય છે.

જેથી આજે સુરત પોલીસ કમિશનર દ્વારા એસઓજી પોલીસ તથા ઝોન ચાર પાંચ અને છ ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સવારે 10:45 વાગ્યાથી સુરત મહાનગરપાલિકાની ફૂડ ઇન્સ્પેક્ટર તથા એફએસએલ અધિકારીઓની ટીમને સાથે રાખીને શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં ૩૦૦થી વધુ જગ્યાઓ પર સ્કૂલની બહાર ખાદ્ય પદાર્થનો વેચાણ કરતી લારીઓ અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તમામ ચેકિંગ દરમિયાન નાસ્તાના સેમ્પલો લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ તમામ ખાદ્ય પદાર્થના આવેલા પરિણામ બાદ જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પોલીસ અને પાલિકા દ્વારા કરાયેલા આ ચેકિંગની ટીમમાં ચાર ડીસીપી તથા 40 એસીપી, પીઆઇ અને પી.એસ.આઇ તથા 250 પોલીસ કર્મચારીઓ આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના 15 ફૂડ ઇન્સ્પેક્ટરો અને એફએસએલની એક ટીમ સાથે રાખીને આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *