સુરત: વાલીઓ માટે સારા સમાચાર, પોતાનાં બાળકોને સ્કૂલે જાતે મૂકવા નહિ જવું પડે, જાણો સંપૂર્ણ વિગત

સુરતમાં મોટાભગની સ્કૂલો શરૂ થઇ છે. ત્યારે વાલીઓ માટે મોટી સમસ્યા હતી સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાની. તમામ બાળકોના સુરક્ષા હેતુથી RTO અને ટ્રાફિક વિભાદ દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા હતા. જે બાદ લવાન અને સ્કૂલ રિક્ષા હડતાલ પર ઉતર્યા હતા. જો કે હડતાલનો આજે બીજો દિવસ હતો. બીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સવારમાં વાલીઓએ જ પોતાનાં બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું.

કેમ કરી હડતાલ?
આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ સ્કૂલવાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ, પરમિશન સહિતના મુદ્દે ડ્રાઈવ કરવાની જાહેરાતને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. હડતાળ જાહેર થતાં અમદાવાદમાં તમામ સ્કૂલોમાં બાળકોને લેવા મૂકવા આવતી સ્કૂલવાન અને રિક્ષા બંધ થઈ છે. જેથી વાલીઓએ પોતાનાં બાળકોને સ્કૂલે જાતે મૂકવા આવવા માટેની ફરજ પડી છે.

તેમજ આ અંગે અમદાવાદ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આટલું જ નહિ એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટીફીકેટ, વાહન પાસીંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદતની માંગ કરવામાં આવી છે. RTO અને વર્ધી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે બેઠકનો સુખદ અંત આવ્યો, RTO જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાળને આખરે સમેટવામાં આવી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *