હવે તો હદ થઇ! સુરતના આ વિસ્તારમાંથી કંઇક એવું મળી આવ્યું જે જાણીને તમે ચોંકી જશો, જુઓ ફોટો

સુરતમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હજી તો પાવાગઢ મહાકાળી મંદિર મુદ્દે થયેલા જૈન સમાજના આંદોલનનું અંત જ આવ્યું હતું, ત્યારે ફરી એક વાર સુરતની શાંતિ ભંગ કરવાનો વધુ એક પ્રયાસ થયો હોય એવી ઘટના પ્રકાશમાં આવી છે.

સુરતના બે વિસ્તારોમાં ગૌમાંસ રસ્તા પર મળી આવ્યું છે. જે ગૌમાતા ની હિન્દુ ધર્મમાં પૂજા કરવામાં આવે છે, તે ગૌમાંસ શહેરના પાલ વિસ્તારમાં સોમ ચિંતામણી સર્કલ અને પાલ લેક ગાર્ડનની ગલીમાં આ ઘટના સામે આવી છે. સુરતના પાલ વિસ્તારમાં ગાયનું કપાયેલું માથું મળી આવતા વિવાદ થયો છે. મળતી માહિતી મુજબ સોમ ચિંતામણી સર્કલ નજીક ગાય માતાનું કપાયેલું માથું ફેંકી દેતા વિવાદ સર્જાયો છે.

આટલું જ નહિ સુરતના પાલ લેક ગાર્ડનની ગલી નજીકથી પણ ગૌમાંસના ટુકડા મળી આવ્યા બાદ હવે ભારે જૈનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પહેલા પાવાગઢને કારણે જૈનો રોષે ભરાયા હતા, ત્યાર બાદ ફરીથી આ ઘટના થતા જૈન સમાજ જ નહિ પરંતુ, સ્થાનિક લોકોમાં પણ આવેશ જોવા મળ્યો છે. પાલ લેક ગાર્ડનની ગલી નજીક સ્થાનિક લોકો મોર્નિંગ વોક પર નીકળતા ગાયના માંસના ટુકડા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ ઘટનાની જાણ પાલ પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

પ્રપ્ત માહિતી અનુસાર કેટલાક સ્થાનિકો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં આ ગૌમાંસ મળી આવ્યુ છે, ત્યા સીસીટીવી કેમેેરા ચેક કરાતા સામે આવ્યું કે કેટલાક અજાણ્યા શખ્સો એક્ટિવા પર આવીને આ કૃત્યને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે હજી સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. તેમજ સ્થાનિકો અને જૈન મુનિઓ દ્વારા આરોપીઓ સામે કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *