NEET ની પરીક્ષા ફરી લેવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

Aam Aadmi Party has given an application form for retaking the NEET exam

સમગ્ર દેશમાં ભારે વિવાદનું કેન્દ્ર બનેલ નીટની પરીક્ષાને કારણે ઠેર – ઠેર વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પહેલી વખત નીટની પરીક્ષામાં એક સાથે 67 વિદ્યાર્થીઓ ટોપર આવવાની સાથે – સાથે ગ્રેસિંગ માર્ક્સ મુદ્દે પણ વિવાદ સર્જાવા પામ્યો છે. બીજી તરફ પરીક્ષાના દિવસે જ બિહારમાં નીટનું પેપર લીક થવાની ઘટના નોંધાતા હવે વિદ્યાર્થીઓમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જેને પગલે આજ રોજ સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને નીટની પરીક્ષા પુનઃ લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. આ સિવાય સમગ્ર ઘટનામાં જવાબદાર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

નીટનું પરિણામ જાહેર થતાં જ સુરતની સાથે – સાથે સમગ્ર દેશમાં હોબાળો મચી જવા પામ્યો હતો. એક તરફ બિહાર અને ગુજરાતનાં ગોધરમાં નીટનું પ્રશ્ન પત્ર લીક થયું હોવાની ફરિયાદો વચ્ચે પહેલી વખત એક સાથે 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળતાં પણ ભારે આશ્ચર્ય સાથે આઘાત પ્રસરી જવા પામ્યો છે. આ સિવાય ટોપર આવેલા વિદ્યાર્થીઓ પૈકી મોટા ભાગના વિદ્યાર્થીઓ એક જ સેન્ટરનાં હોવાને કારણે પણ વિવાદને બળ મળ્યું છે.

બીજી તરફ ગ્રેસિંગ માર્ક્સમાં પણ રીતસરની લ્હાણી કરવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે હાલમાં નીટના પરિણામોમાં ધાંધલી અંગે સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ બિહાર અને ગુજરાતમાં પરીક્ષા પત્ર લીક થયા હોવાના આક્ષેપો વચ્ચે હવે વિદ્યાર્થીઓમાં પણ હતાશાના માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં આજરોજ સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા નીટની પરીક્ષા પુનઃ લેવાની સાથે – સાથે એનટીએ સિવાય અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી આપવાની માંગ કરવામાં આવી છે. આ સિવાય સમગ્ર ઘટનામાં જવાબદારો વિરૂદ્ધ નિષ્પક્ષ તપાસ હાથ ધરીને સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *