સુરતના સૌથી મોટા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના પ્રમુખનું હાર્ટ એટેકથી થયું નિધન, જુઓ સંપૂર્ણ વિગત

 સોમવારે સુરતીઓ માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સુરતના સૌથી મોટા એવા લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમ પ્રમુખનું નિધન થઈ ગયું છે. લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ના પ્રમુખ હેમનાતભાઈનું મુંબઈમાં હાર્ટ એટેકથી નિધન થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ 68 વર્ષીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરને રવિવારની રાત્રિએ હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ કોઈ કામથી મુંબઈ એરપોર્ટ નજીક મેરિયોટ હોટલમાં તેઓ રોકાયા હતાં. ત્યારે રાત્રિના લગભગ 12 વાગ્યાની આસપાસ એકાએક તેમને અકળામણનો અનુભવ થયો હતો. જો કે થોડી જ ક્ષણો બાદ તેઓ ખુરશી પર જ ઢળી પડ્યા હતા.

જે બાદ હોટલ સંચાલકો હેમંતભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના 1 વાગ્યે આ સમાચાર સુરત પહોંચતા તેમના સગાસંબંધીઓ, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના સભ્યો આઘાતમાં સરી પડ્યા હતા. વહેલી સવારે હેમંતભાઈના પાર્થિવ દેહને સુરત લાવવામાં આવ્યો હતો. બપોરે 1 વાગ્યે ડુમસના ભીમપોર ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના પ્રેસિડેન્ટ ઉપરાંત તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ પણ રહ્યા હતા. તેમના કાર્યકાળમાં સુરતમાં વુમન્સ ટી-20 ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થયું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે આવ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *