ભીમનગરના ચકચારી કાળુ બુટલેગરની હત્યાના આરોપીની ડિંડોલીમાં કરપીણ હત્યા : ત્રણ ડિટેઇન

Bhimnagar bootlegger's murder accused murdered in Dindoli: Three detained

શહેરના ઉધના ભીમનગર ખાતે સાતેક વર્ષ અગાઉ નામી બુટલેગર કાળુની હત્યા કરવામાં આવી હતી.જે હત્યામાં શામેલ એક આરોપીને ગત રાત્રે બે સગીર સહિત ત્રણ જણાએ નવાગામ ડીડોલી ખાતે આવેલ સ્વસ્તિક રેસીડેન્સી તરફ લઇ જઈ ત્યાં તેના ગળા સહીત શરીરના જુદા જુદા ભાગોમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી તેની કરપીણ હત્યા કરી દીધી હતી.જોકે ડિંડોલી પોલીસે ત્રણ આરોપીઓને ડિટેન કરી લીધા છે.બીજી બાજુ હત્યાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

ડિંડોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ભીમનગર ખાતે આવેલ એસએમસી આવામાં રહેતા હીરાલાલ ગવાનેના પુત્ર વિજય ઉર્ફે ગાવઠી (ઉ.વ.22 ) ને ગત રાત્રે મિત્રો બોલાવીને લઇ ગયા હતા.અને ત્યાર બાદ રાત્ર 11 થી 11.30 વાગ્યાના અરસામાં નવાગામ ડિંડોલી ખાતે આવેલ સ્વસ્તિક રેસીડેન્સી ગાયત્રી નગર રોડ શિવશક્તિ જનરલ સ્ટોરની સામે આરોપી સોનુ ઉર્ફે બંટી કોળી (રહે – ખત્રી નગર ભીમનગર ઉધના ) અને અન્ય બે સગીરોએ ભેગા મળી ચપ્પુ વડે તેના ગાળાના ભાગે તથા પીઠ,છાતી અને મોઢાના ભાગે ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ હત્યાની ઘટનાને પગલે નવાગામ ડીડોલીથી લઈને ભીમનગર સુધી ચકચાર મચી ગઈ હતી અને ડિંડોલી પોલીસ પણ દોડતી ગઈ હતી.પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને જરૂરી તપાસ કર્યા બાદ મરનારના મૃતદેને પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.વધુમાં જાણવા મળ્યું હતું કે મરનાર વિજર ઉર્ફે ગાવઠી મથાભારે તરીકેની છાપ ધરાવતો હતો અને તેની વિરુદ્ધ કેટલાક ગુનાઓ પણ નોંધાયેલા હતા.એટલું જ નહીં ડિંડોલી પોલીસ મથકના પીઆઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે મરણ વિજય ઉર્ફે ગાવઠી સને 2018 માં ભીંમનગરના કાળુની હત્યામાં શામેલ હતો.જ્યારે હાલના જે આરોપીએ છે તે તેના મિત્રો હતા અને તેને બોલાવીને લઇ ગયા બાદ તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી અને તેની હત્યા કરવામાં આવી હતી.જોકે ત્રણ આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

સાંજે ગામથી આવ્યો અને રાત્રે પતાવી દીધો

આ હત્યા કેસના ફરિયાદ અને મરનાર વિજય ગાવઠીના પિતા હીરાલાલ ગવાનેએ જણાવ્યું હતું કે વિજય છેલ્લા એકાદ વર્ષથી મહારાષ્ટ્રમાં રહેવા ચાલ્યો ગયો હતો. કાળુની હત્યા કેસમાં તે કોર્ટમાં તારીખ ભરવા માટે આવતો હતો. હાલમાં 9 તારીખે સુરત આવ્યો હતો.મહારાષ્ર્ટમાં રહેતા તેના બનેવીની તબિયત ખરાબ હોવાથી 15 તારીખે ફરીથી તેની માતા સાથે મહારાષ્ટ્ર ગયો હતો.અને ગઈ કાલે સાંજે જ મહારાષ્ટ્રથી સુરત પાછો આવ્યો હતો.સાંજે આવ્યા બાદ તેન એક મિત્ર બોલાવીને લઇ ગયો હતો.અને રાત્રે બારેક વાગ્યે અમને ખબર પડી કે તેની હત્યા થઇ ગઈ .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *