17 જૂન 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

17 June 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ,લ,ઈ)
આપના અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. રાજકીય-સરકારી કામ થઈ શકે.

વૃષભ (બ,વ,ઉ)
પ્રારંભિક પ્રતિકૂળતા બાદ આપને કામમાં સાનુકૂળતા થતી જાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

મિથુન (ક,છ,ઘ)
વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય.

કર્ક (ડ,હ)
નોકરી-ધંધાના કામમાં મુશ્કેલી જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો તે મુલત્વી રાખવા. ખર્ચ જણાય.

સિંહ (મ,ટ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.

કન્યા (પ,ઠ,ણ)
આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. હર્ષ-લાભ રહે.

તુલા (ર,ત)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.

વૃશ્ચિક (ન,ય)
કોર્ટ-કચેરીના પ્રશ્ને આપની મુશ્કેલીમાં વધારો થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.

ધન (ભ,ધ,ઢ,ફ)
આપના કામનો ઉકેલ આવતો જવાથી આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. સીઝનલ ધંધામાં લાભ થાય.

મકર (ખ,જ)
જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા રહે. કામનો ઉકેલ આવવાથી રાહત થાય. આવક થાય.

કુંભ (ગ,સ,શ,ષ)
દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

મીન (દ,ચ,ઝ,થ)
દિવસના પ્રારંભથી જ આપને તબીયતની અસ્વસ્થતા, સુસ્તી- બેચેની જેવું લાગ્યા કરે. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *