સુરત : કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ દ્વારા સૌ પ્રથમ વાર જળસંચય કાર્યક્રમ, જુઓ ફોટો

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ નવસારી લોકસભા બેઠકના સી આર પાટીલનો થોડા દિવસ પહેલા શહેરમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જે બાદ આજે જળશક્તિ મંત્રાલય મંત્રી તરીકે તેમને સૌપ્રથમ વાર જળ સંચય કાર્યક્રમમાં ભાગ લીધો.

તેથી એમ કહી શકાય કે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ તાત્કાલિક જળસંચય માટે કામે લાગ્યા છે. કેન્દ્રીય જળ મંત્રી બન્યા બાદ સુરતના કાર્યકરો ને અપીલ પણ કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે વરસાદી પાણી જમીનમાં ઉતરાવવા માટે પ્લાન્ટ બનાવવાની શરૂઆત કરવાનમાં આવે.

આટલું જ નહિ સુરતના ભીમરાડ ગામ ખાતે વરસાદી જળસંચય પ્લાન્ટ બનાવ્યો છે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે આ પછી તેનો કેન્દ્રીય મંત્રી બાદ પ્રથમ પ્લાન્ટનું ઉદ્ધાટન પણ કરશે. કેન્દ્રીય જલમંત્રી સી આર પાટીલનો સોસાયટી કે ઘર માં વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશમાં સુરત શહેરમા થી પ્લાન્ટની શરૂઆત કરવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *