આગામી દિવસોમાં સુરતમાં લોકોની મિલ્કતો જપ્તીમાં લેવાય તેવી શક્યતા! જાણો સંપૂર્ણ વિગત

In the coming days, the property of people in Surat is likely to be confiscated! Know complete details

જિલ્લા કલેકટર કચેરીનાં ભૂસ્તર વિભાગમાં ફ્લાઈંગ સ્કવોડમાં ફરજ બજાવતાં લાંચિયા મદદનીશ નિયામક નરેશ જાની છેલ્લા ત્રણ દિવસથી વોન્ટેડ છે. રૂપિયા બે લાખની લાંચ લેતાં ઝડપાયેલ તેના મળતિયાનાં બે દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ ચુક્યા છે ત્યારે હજી સુધી નરેશ જાની પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો છે. જો કે, આજે સવારે અમદાવાદ ખાતેની એસીબીની ટીમ દ્વારા નરેશ જાનીના પાલ ખાતે આવેલ ફ્લેટને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતાં એપાર્ટમેન્ટમાં પણ લાંચિયા અધિકારી વિરૂદ્ધ તરેહ – તરેહની ચર્ચાએ જોર પક્ડયું છે.

ગત 11મી જુનનાં રોજ કાર્ટિંગની ઓફિસમાં ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઈંગ સ્કવોડમાં ફરજ બજાવતાં મદદનીશ નિયામક નરેશ જાની વતી લાંચ લેતાં વચેટિયા કપીલ પ્રજાપતિને એસીબીની ટીમ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. રેતીખનનો પરવાનો ધરાવતાં ઈજારદારને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવા માટે નરેશ જાની દ્વારા બે લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવતાં એસીબીની ટીમ દ્વારા આ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જો કે, એસીબીની કાર્યવાહીની ગંધ આવી જતાં મદદનીશ નિયામક નરેશ જાની નાસી છૂટ્યો હતો જ્યારે તેનો મળિતયો કપીલ પ્રજાપતિ રંગે હાથ ઝડપાઈ જતાં એસીબીની ટીમ દ્વારા આરોપીનાં બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. બીજી તરફ એસીબીની ટીમ દ્વારા સમગ્ર ઘટનામાં સંડોવાયેલા માસ્ટર માઈન્ડ નરેશ જાનીની શોધખોળ માટે અમદાવાદ એસીબીની ઈન્ટેલિજન્સ વિંગને તપાસ સોંપવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી નાસી છૂટેલા નરેશ જાનીની એક તરફ ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ આજે એસીબી દ્વારા પાલ ગૌરવ પથ રોડ ખાતે આવેલ શાંત્વન નિયોન ખાતે ભ્રષ્ટાચારી નરેશ જાનીના મકાનને સીલ મારવામાં આવ્યું હતું.

સુરત જિલ્લા કલેકટર કચેરીમાં ભારે ચકચાર જગાવનાર આ કિસ્સામાં નરેશ જાનીના કાળા કારનામાઓ વિરૂદ્ધ હવે ચર્ચાએ જોર પકડ્યું છે. ભૂસ્તર વિભાગમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતાં નરેશ જાનીએ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની મિલ્કતો વસાવી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. જેને પગલે હવે એસીબી દ્વારા નરેશ જાનીની મિલ્કતો ફરતે તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નરેશ જાનીની અન્ય મિલ્કતોનો પણ પર્દાફાશ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Kuwait Fire Incident: 45 ભારતીયોના મૃતદેહ સાથે વાયુસેનાનું વિમાન પરત આવ્યું, જાણો શું થયું હતું?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *