વહેલી સવારે ઓયો હોટલમાં આગ લાગતા નાશભાગ, ફાયર જવાનોએ લોકોના રેસ્ક્યુ કર્યા! જુઓ વીડિઓ

Early in the morning, the Oyo hotel was destroyed by fire, the firemen rescued people! Watch the video

સુરત શહેરના પર્વત ગામ ખાતે આવેલી ઓયો હોટલમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ ત્રીજા માળથી ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગની ઘટનાને પગલે હોટલના સ્ટાફ અને સ્થળ ઉપર હાજર લોકોમાં નાશભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ચાર અલગ અલગ ફાયર સ્ટેશનોથી ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં કરવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાંગારૂ સર્કલથી ગોડાદરા તરફ જતા મેન રોડ પર્વત ગામ ખાતે આવેલ મિડાસ સ્ક્વેરમાં ત્રીજા અને ચોથા માળ ઉપર લક્ષમી કુમ્બેર કિંગ (ઓયો ) હોટલ આવેલી છે.

આજે વહેલી સવારે 7.28 વાગ્યે હોટલમાં આગ લાગવાનો કોલ ફાયર કન્ટ્રોલમાં મળ્યો હતો.જેથી પુણા,ડુંભાલ,માનદરવાજા અને ડિંડોલી ફાયર સ્ટેશનથી ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો હતો ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો.બહાર સુધી આગની જ્વાળાઓ અને ઘુમાડો દેખાયા લાગ્યો હતો.ઘટના પગલે હોટલનો સ્ટાફ તેમજ સ્થળ ઉપર હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.ઘટના સ્થળે પહોંચી ફાયર જવાનો દવારા આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. વધુમાં ફાયર ઓફિસર જયદીપ ઇસરાનીએ જણાવ્યું હતું કે હોટલના બોર્ડમાં આગ પડકી લેતા ઘુમાડો વધારે પ્રસરી ગયો હતો અને આગ મોટી દેખાવા લાગી હતી.હોટલમાં રોકાયેલા બે ગેસ્ટ અને એક સ્ટાફ કિશન ગણેશ ચૌધરી,મહિપાલ સીંગ અને મદન સીંગ અંદર ફસાય ગયા હતા.જેમણે રેસ્ક્યુ કરી સહીસલામત બાહર કાઢવામાં આવ્યા હતા.એકાદ કલાકની જહેમત બાદ આગ સહિત સમગ્ર સ્થિતિને કાબુમાં લઇ લેવામાં આવી હતી.આગને કારણે બેડશીટ સહિતનો સામાન બળી ગયો હતી.જોકે સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં થઇ હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *