IND vs USA: અમેરિકાને હરાવી ભારત સુપર 8માં પહોંચ્યું, સૂર્યકુમારે ફટકારી અર્ધસદી તો….

T-20 વર્લ્ડ કપની 25મી મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે.બુધવારે નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 110 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 18.2 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

પ્રારંભિક આંચકોમાંથી બહાર નીકળેલી ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની મજબૂત ભાગીદારીથી T20 વર્લ્ડ કપની ગ્રુપ A મેચમાં અમેરિકાને સાત વિકેટે હરાવીને સુપર આઠ સ્ટેજ માટે ક્વોલિફાય કરી લીધું છે. પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ 20 ઓવરમાં આઠ વિકેટે 110 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરભ નેત્રાવલકરે ભારતને શરૂઆતમાં બે ઝટકા આપ્યા હતા, પરંતુ સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારીને ટીમને બચાવી લીધી હતી અને બીજા છેડે શિવમ દુબેનો સારો સાથ મળ્યો હતો.

આ બંને બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનના કારણે ભારતે 18.2 ઓવરમાં ત્રણ વિકેટે 111 રન બનાવીને જીત મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતની આ સતત ત્રીજી જીત છે અને તેણે છ પોઈન્ટ લઈને સુપર એઈટમાં સ્થાન મેળવ્યું છે.

પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ ભારતને જીતવા માટે 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઝડપી બોલર અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી જેનાથી અમેરિકન બેટ્સમેનો પર દબાણ સર્જાયું. અમેરિકન ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 110 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અર્શદીપે ચાર વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યાને બે અને અક્ષર પટેલને એક વિકેટ મળી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

અમેરિકા (USA): એરોન જોન્સ (કેપ્ટન), સ્ટીવન ટેલર, શયાન જહાંગીર, એન્ડ્રીસ ગોસ (વિકેટકીપર), નીતિશ કુમાર, કોરી એન્ડરસન, હરમીત સિંહ, શેડલી વાન શાલ્કવિક, જસદીપ સિંહ, સૌરભ નેત્રાવલકર અને અલી ખાન.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *