વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લાની 16 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો ગુરુવારે છેલ્લો દિવસ હતો. નિર્ધારિત સમય સુધીમાં વિવિધ વિધાનસભામાંથી 29 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા બાદ 168 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. મોટા ભાગના અપક્ષ અને નાની પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચી લીધા છે.ગઈકાલે AAPના પૂર્વ સીટ પરથી એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચીને સૌને ચોંકાવી દીધા હતા.
કંચન જરીવાલાએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે
આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ સુરત પૂર્વ બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે. જો કે અચાનક કંચનનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેતા AAP હવે આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાંથી બહાર થઈ ગઈ છે. ટેક્નિકલ રીતે જોઈએ તો કંચન જરીવાલાના ડમી સલીમ મેમણ ચૂંટણી લડી શકે છે પરંતુ પાર્ટી તરફથી ચૂંટણી લડી શકતા નથી અને તેમને પાર્ટીનું ચિહ્ન પણ ફાળવી શકાતું નથી. હવે આમ આદમી પાર્ટીએ આ ડમી ઉમેદવારને સાવરણી ચિન્હ આપવા રિટર્નિંગ ઓફિસરને વિનંતી કરતી અરજી દાખલ કરી છે.
પ્રથમ દિવસે 17 ફોર્મ, બીજા દિવસે 29 ફોર્મ ભરાયા હતા
સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના પ્રથમ દિવસે 17 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં 17 નવેમ્બરે પેપર પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે બુધવારે સુરતની 16 વિધાનસભા બેઠકો માટે કુલ 17 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા.જેમાં AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો.
વિધાનસભા મતવિસ્તારઃ ઓલપાડમાં 1, માંડવીમાં 1, સુરત પૂર્વમાં 4, સુરત ઉત્તરમાં 1, વરાછા રોડમાં 1, કરંજમાં 1, લિંબાયતમાં 2, મજુરામાં 1, કતારગામમાં 1, સુરત પશ્ચિમમાં 1, ચોર્યાસીમાં 1 , બારડોલીમાં 1 ઉમેદવારી પત્રક પાછુ ખેંચાયું છે .ગુરૂવારે 29 વધુ ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચ્યા બાદ મેદાનમાં રહેલા છેલ્લા 168 ઉમેદવારો વચ્ચે 1 ડિસેમ્બર 2022ના રોજ ચૂંટણી જંગ થશે.
Leave a Reply
View Comments