આજે તારીખ 21 જુલાઇના રોજ સુરત મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ઘણા સુરતીને થશે ફાયદો.
SMC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે જેનો ફાયદો સીધા 2.30 લાખથી વધુ શહેરીજનો ને મળશે.
SMCની નવી જાહેરાત મુજબ શહેરીજનો ફક્ત 25 રૂપિયામાં એક દિવસમાં બસમાં અનલિમિટેડ મુસાફરી કરી શકે.સીટી લિંક બોર્ડ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે નિર્ણય.
આ જાહેરાત મુજબ 2.30 લાખથી વધુ શહેરીજનો 25 રૂપિયા માં દિવસભરમાં અનલિમિટેડ મુસાફરીનો લાભ લેશે.
હાલ શહેરના 13 રૂટ પર બીઆરટીએસ બસ અને 45 રૂટ પર સીટી બસ સેવા ચાલે છે જેમાં આ સેવાનો લાભ લઇ શકાશે.
SMCની આ જાહેરાતના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
- આજથી સુરતમાં 25 રૂપિયામાં બસ સેવામાં અનલિમિટેડ મુસાફરી.
- 25 રૂપિયામાં શક્ય બનશે આખા શહેરમાં મુસાફરી.
- સીટી લિંક બોર્ડ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે નિર્ણય.
- એક દિવસમાં ગમે તેટલી વખત મુસાફરીનો લાભ લઇ શકાશે.
- હાલ રોજના 2,30,000 જેટલા લોકો બસસેવાનો લાભ લે છે.
- 13 રૂટ પર બીઆરટીએસ બસ અને 45 રૂટ પર સીટી બસ સેવા ચાલે છે.
- મેયરે સવારે બસસ્ટોપની મુલાકાત લઈ લોકોના મંતવ્યો જાણ્યા.
Leave a Reply
View Comments